ભાકૃઅનુપ-મગફળી સંશોધન નિદેશાલય, જુનાગઢ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય ધાન વર્ષ ૨૦૨૩’ અંતર્ગત ‘પોષણ વાટિકા મહાઅભિયાન તથા વૃક્ષારોપણ’ માટેની એક ઝુંબેશ ની તા: ૧૭-૦૯-૨૦૨૧ ના રોજ ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ માં ૧૧૦ ખેડૂતો તથા ૭૬ કન્યાઓ એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ નું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્ર સિંહ તોમર, દ્વારા દિલ્હી થી જીવંત પ્રસારણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ ના અનુસંધાને “પોષક-ધાન અને તેની માનવ આરોગ્યમાં પર ભૂમિકા” પર એક ખાસ વ્યાખ્યાન નું આયોજન કરેલ, જે ડો. રુકમ સિંહ તોમર, સહયોગી સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય તેલીબીયા સંશોધન કેન્દ્ર, જુનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલય, જુનાગઢ દ્વારા પ્રસ્તુત કરેલ. આ કાર્યક્રમ માં ભાગ લીધેલ ખેડૂતો તથા કન્યાઓ દ્વારા વૃક્ષારોપણ કરાવેલ તથા તેઓને વિવિધ છોડના ૧૦૦૦ રોપાઓ જેવા કે જાંબુ, સીતાફળ, દાડમ, સવન, બોરસલ્લી, આમલા, જામફળ, અશોકા અને બેહડા વગેરે નું વિતરણ કરવામાં આવેલ. આ ઉપરાંત આમંત્રિત મહેમાનો, ખેડૂતો તથા કન્યાઓ ને પોષણ યુક્ત “બાજરા ના રોટલા” ને બપોર ના ભોજન દરમ્યાન પીરસવા માં આવેલ.
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |








Views Today : 274
This Month : 3484
This Year : 55049
Total views : 3204210











